માર્ગ હમેશા હોય જ છે
-જરૂર ગોતવાની છે.
આજકાલ ના બ્લોગ ની ટ્રેન્ડ જોઇને મને
લાગતું કે હું તો ક્યારે બ્લોગ રચી નહિ શકું, કારણ મારી એવી માન્યતા છે કે મારું અંગ્રેજી
એટલું સારું નથી અને ગુજરાતી મીડીયમ માં ભણી હોવાના કારણે વ્ય્કારણ અને લખવાની ઢબ
મને નહિ ફાવે. એકાદ વાર કોશિશ કરી અને પોસ્ટ પણ કર્યું પણ મને હમેશા એ ડર લાગતો કે
કોઈ જો અંગ્રેજી નો જાણકાર વાંચે તો અને જરૂર ખબર પડે કે આ જરૂર કોઈ ગુજ્જુ બેને લખ્યું
છે.
મારી આ કોશીશ ચાલુ હતી અને અચાનક મારા સહચારી
એ મને કહ્યું કે એવું જરૂરી નથી કે તમારે અંગ્રેજી માં જ બ્લોગ લખો, તમે તમારી
ભાષા માં પણ બ્લોગ રચી શકો છો અને જાણે ‘જોઈતું તું ને વૈદે કીધું’ આવી હાલત થઈ.
મારું માનવું તો એમ પણ છે કે હું સાચા મનથી
આ ચાહતી હતી એટલે મને માર્ગ મળી ગયો. હું તો ખુશ થઈ ગઈ અને લાગ્યું કે મારા
વિચારો અને લાગણીઓ હવે હું શબ્દો માં ઢાળવી શકીશ.
પણ એટલા થી કઈ બધું જ નહોતું મળ્યું, હજી
ખરી પરીક્ષા તો હવે હતી.
બ્લોગ્ગર.કોમ પર જઈને મેં જોયું તો એ
હકીકત માં ગુજરાતી માં બ્લોગ કરવાની સુવિધા હતી અને મારે હવે એ જોવાનું હતું કે હું ગુજરાતી માં type કેવી
રીતે કરશ. મને યાદ છે મારી રાજા નો અડધો દિવસ તો એ કેવી રીતે કરવાનું એ જોવામાં જ
જતો રહયો અને છેલ્લે પરીક્ષા માં નાપાસ થઈ ને હતાશ બનીને અને આશા છોડેલા બાળક ની જેમ બેસી ગઈ. તે છતાય કમ્પ્યુટરમા
લોગ ઓઉટ કરતા પેહલા એ પ્રશ્ન બ્લોગેર હેલ્પ પર મુક્યો અને એક ભલા માણસે મને MICROSOFT
ની INDIK ભાષા માં થી ગુજરાતી DOWNLOAD કરવાની સલાહ આપી. પણ આદત વશ મેં એ કામ કોઈ
કારણસર ટાળ્યું.
૨-૩ દિવસ પછી પાછુ મને થયું કે હું લખું એટલે
મેં Indic language download કરી. હવે બન્યું એવું કે મેં આ મારા ઓફીસ ના કમ્પ્યુટર
પર DOWNLOAD કર્યું. ભુલથી મેં ગુજરાતી ને default ભાષા કરી
નાખી હતી અને મને એ ભૂલની ખબર પણ ના પડી. હવે જે થયુ એ તો મારા આશ્ચર્ય ની સીમાપાર
નું હતું.
પહેલા તો હું ખુબ ખુશ થઇ કે ચાલો આટલી
મહેનત પછી હવે હું મારો પહેલો બ્લોગ લખી શકીશ. પણ હજી થોડી વધારે મહેનત કરવાની
બાકી હતી. મને એ જાણકારી તો હતી કે જેવી રીતે આપણે બોલીએ અને જો આવી રીતે આપણે
અંગ્રેજી KEYBORD પર TYPE કરીએ તો તારત જ ગુજરાતી માં TYPE થય શકે પણ મને એ સમજ
માં ના આવ્યું કે એ કેવી રીતે કરું. એમાં એક બીજી રીતે પણ type કરવાની સુવિધા હતી
જેમાં કઈ ચાવી માં કયા શબ્દો છે એ યાદ રાખવું પડે એમ હતું એટલે મને એમ લાગ્યું કે
એ કરવામાં તો મને ગણા દિવસો વીતી જશે અને એક લાઈન લખવામાં મને ૧૫ થી ૨૦ મિનિટ
લાગી. મને તો ખુબ કંટાળો આવ્યો અને પાછુ બ્લોગ લખવાનું ટાળ્યું.
પણ મન ની ઈચ્છા પ્રબળ હોય છે એને જે કરવું
હોય છે એ તેનો રસ્તો ગોતી લે છે.
મારી ગઈકાલ ની હાર પછી પણ મને આવું થતું
કે બીજો કોઈ રસ્તો જરૂર હશે જેનાથી હું જલ્દી લખી શકું, એટલે ફરી હું એ કામ કરવાની
પાછળ પડી. પણ મારા કમ્પ્યુટર માં કોઈ પ્રોબ્લેમ હોઈ આવું મને લાગ્યું. હું વારંવાર
લોગીન કરી રહી હતી પણ લોગીન જ ના થતું. ઓફિસ ના કમ્પ્યુટર માં કોઈ પ્રોબ્લેમ આવે
ત્યારે એક સુવિધા કેન્દ્ર છે (પોલેન્ડમાં) ત્યાં ફોન કરવાનું રેહતું. અમે બંને ફોન
પર ગણા મથ્યા કે કેમ હું કમ્પ્યુટર ખોલી નથી શકતી પણ જયારે એ મારા વતી લોગીન કરે
તો તરત કમ્પ્યુટર ખુલતું હતું.
મારી સાથે ફોન પર વાત કરી રહી યુવતી હજી
પણ કમ્પ્યુટર કરતા વધારે સ્માર્ટ હતી, એને મને સુચન કર્યું કે તમે તમારો પાસવર્ડ નોટપેડ
પર લખો અને મેં મારો પાસવર્ડ નોટપેડ પર લખ્યો અને હું શું જોવું છુ? કે મારો પાસવર્ડ
ગુજરાતી માં type થાય છે, હું અને પેલી યુવતી બંને જણાનો દિવસ ખુશીથી શરુ થયો, એનો
કેમકે એ મારી મુર્ખામી પકડી શકી અને હું કેમકે મને મારી મુર્ખામી દેખાઈ નહિ. યાદ
છે મેં આગળ લખ્યું હતું કે ભૂલ થી ગુજરાતી ભાષા default કરી નાખી હતી અને એ ભૂલ ની
મને સમજ નહોતી પડી. મારો પોલેન્ડ નો ફોને લગભગ ૩૦ મિનિટ ચાલ્યો અને કંપની ને એટલું
નુકશાન થાય ગયું.
હજી મારો જલ્દીથી type કરવાનો ઈરાદો ઓછો નહોતો
થયો, કોશિશ ચાલુ હતી અને અચાનક મારી નજર એક બટન પર ગઈ અને મેં એ બટન દબાવ્યું અને
મેં જેવું એ બટન દબાવ્યું કે તરત જ હું જેમ બોલું અને type કરું એમ ગુજરાતી માં
type થવા લાગ્યું અને મારી ખુશી નો ફરીથી પાર ના રહ્યો.
રસ્તો તો હોય જ છે બસ ગોતવાની જરૂર હોય
છે, મન માં સાચી ઈચ્છા અને ધગશ હોય તો કોઈ પણ કામ પૂરું કરી શકાય છે. જરૂર એ પણ છે
કે હતાશ થઇ ને કામ છોડી ના દઈએ. ભલે સમય લાગે પણ સાચી ઈચ્છા જરૂર પ્રુરી થાય છે.
હવે તમે એમ ફિકર નહિ કરતા કે આ વાર્તા માં
હજી કોઈ વળાંક આવશે, ના, બસ વાર્તા હવે અહી પૂરી થઇ પણ હવે નવો વળાંક માર જીવન માં
અવાનો છે આવો મને ખ્યાલ આવી રહ્યો છે.
હવે હું મારા વિચારો, પ્રતીતિ, દુનિયા
સમક્ષ રજુ કરવા જઈ રહી છું અને મને અનો ખુબ જ આનંદ છે. આશા કરું છું કે તમને પણ
વાંચીને એટલો જ આનંદ થશે.
તો મારા બ્લોગ ને જરૂર થી ફોલો કરો.
આવતો બ્લોગ થોડા વખત માં....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો